કાનુડો
કાનુડો
1 min
240
હો તારી અપ્રતિમ મૂરત જોયા કરું,
કાન્હા તારું વર્ણન કરતા ખુશીમાં હસ્યા કરું.
હું તને પંચામૃતથી સ્નાન કરવાવું,
મખમલના કાપડના કપડા પહેરાવું.
નજરના લાગે તેથી તારા આોવારણા લઈ,
હું તને આંખે કાળું કાજળ લગાવું.
તને બાળની જેમ લાડ લડાવું,
તને માખણ ને મિસરી ખવડાવું,
કાન્હા તને રમતા લાગે જો તરસ,
હું તને મીઠું મધુર જળ પીવડાવું.
તને વંદન કરીને હું તો ભજન ગવડાવું,
ઢોલકને ખંજરીના તાલે હું સૌ ને નચાવું,
સૌ રાધે શ્યામ રાધે શ્યામ કરતા કરતા,
સૌને ભકિતના સાગરમાં ડૂબકી ખવડાવું.
