STORYMIRROR

Isha Kantharia

Fantasy Inspirational

4  

Isha Kantharia

Fantasy Inspirational

મારો કાનજી

મારો કાનજી

1 min
276

હે.. વાંસળીના સૂરથી રાધા દોડી દોડી આવે રે,

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ,


રાધાજીની આંખોમાં પ્રેમ છલકાય રે

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ,

ગોરી ગોરી રાધાજી...

કાળો કાળો કાનજી...,

રાસ રમે એ તો શાનથી....

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ,


હે.. વાંસળીના સૂરથી રાધા દોડી દોડી આવે રે,

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ,

વાસંળીના સૂરે સૌ ગોપીઓ હરખાય રે,

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ,


કામકાજ છોડી...

એ આવે દોડી દોડી...,

ચૂલાના ભોજન બળી જાય રે લોલ,

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ,

હે..વાંસળીના સૂરથી રાધા દોડી દોડી આવે રે,

વાંસળી વગાડે મારો કાનજી રે લોલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy