મને સમજાતું નથી...
મને સમજાતું નથી...


ફરિયાદ કરું છું તને કે ફરી ફરી યાદ કરું છું, સમજાતું નથી.
પહેલા વરસાદમાં હવે તને સાદ કરું કે નહીં, સમજાતું નથી.
મુલાકાતમાં સ્વરને, તારાં અધરે ધરું કે નહીં, સમજાતું નથી.
આ અદભૂત પળ ને હરપળ યાદ રાખું કે નહીં, સમજાતું નથી.
સમજ ને હવે મારી નાસમજ કેમ તું કહે છે?, સમજાતું નથી.
એક'દિ હતો હું લાખનો તારાં માટે, હવે કેમ નિ:શેષ, સમજાતું નથી.
મુલાકાતથી તારી મને તે પ્રેમથી તરબતર કરી નાખ્યો હતો,
હવે રહું તારાં મહીં હું, કે રહું હવે મુજમાં, જરા પણ સમજાતું નથી.
લૂટેરાં તો બધુ લૂંટી લેતા હોય છે, જેને સામેથી લૂંટાવું હોય છે.
મેં તો મારૂ સર્વસ્વ ધરી જ દીધું'તું તારી સામે તને કેમ સમજાતું નથી.