મોત બાદ તારામાં સમાઈ જઈશ
મોત બાદ તારામાં સમાઈ જઈશ
આવશે અગર તુફાન તો જરૂરથી લડી લઈશ,
કમજોર કે કાયર નથી કે પીછેહટ કરી લઈશ.
મને રોકવાની કે મારવાની શું જરૂર છે મિત્રો,
લખવાનું બંધ કરાવી દો, આપોઆપ મરી જઈશ.
તારા વિના કેમ રહી શકીશ એ ના પૂછ તું મને,
શ્વાસમાંથી હવા બની તારા સુધી પહોંચી જઈશ.
કહાની પ્રેમની દુનિયાને શું જણાવવાની જરૂર છે?
મરીશ ત્યારે આસપાસ તારી ખુશ્બુ રાખી જઈશ.
અલગ થવાનો શા માટે તું આટલો ભય રાખે છે?
મોત બાદ મારામાંથી નીકળી તારામાં સમાઈ જઈશ.
