STORYMIRROR

Dilip Gajjar

Inspirational

4  

Dilip Gajjar

Inspirational

તું સમજી જાય તો કેવું સારૂં

તું સમજી જાય તો કેવું સારૂં

1 min
26.8K


મનની મનમાં રહી જાય તો કેવું સારું..!!

કોઈક ખામોશી સમજી જાય તો કેવું સારું..!!


શબ્દોમાં સમજાવી સમજાવી થાકી ગયો,

કોઈક મારી લાગણી સમજી જાય તો કેવું સારું..!!


મારા હાલ-હવાલ તો બધાંને ખ્યાલ જ છે,

કોઈક હાલ-એ-દિલ સમજી જાય તો કેવું સારું..!!


કેટલાક ઘોંઘાટ બહુ જ શાંત હોય છે,

આ શાંતિને સમજી શકાય તો કેવું સારું..!!


બધા પાસે પ્રેમની આશા રાખતો સદા હું,

અપેક્ષાઓથી પર સરકી જવાય તો કેવું સારું..!!


લખું છું દરેક રચના તને ધ્યાને રાખીને,

ના લખું ને, ભાવ, તું સમજી જાય તો કેવું સારું..!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational