પ્રેમનો સાગર
પ્રેમનો સાગર
વેરાન જીવનમાં ગુલશન બનીને આવ્યો,
જિદંગીમાં મારો સાવજ બનીને આવ્યો,
પાનખરના પાંદડાંની જેમ ખરી પડી હતી,
મને ખીલવવા તું વસંત બનીને આવ્યો,
સમાજના ટોણાંથી તો વાચા હણાઈ હતી,
આજે તું મારો અવાજ બનીને આવ્યો,
તન અને મનથી હું ક્ષીણ થઈ ગઈ હતી,
ત્યારે જ તું મારી તાકાત બનીને આવ્યો,
"સરવાણી"વલખાં મારતી હતી પ્રેમ માટે,
ત્યારે અમાપ પ્રેમનો સાગર બનીને આવ્યો.

