કોણ કહે છે
કોણ કહે છે
કહે છે મૌનને વાચા નથી હોતી,
કોણ કહે છે બંધ આંખો આશ નથી હોતી.
કોણ કહે છે મુસ્કાનમાં દર્દ નથી હોતું,
કોણ કહે છે સુખ સાથે દુઃખ નથી હોતું.
મૌનની વાચાને કળો, બંધ આંખોના દ્વાર ખોલો,
મુસ્કાનમાં સમાયેલ અમોઘ દર્દને ઓળખો.
તો
કોણ કહે છે ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટિ
અલોકિક, અદભુત, આલ્હાદક નથી હોતી.
