Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Seema Pandya

Abstract

3  

Seema Pandya

Abstract

પિતા મારા પ્રથમ ગુરૂ

પિતા મારા પ્રથમ ગુરૂ

1 min
189


જીવનમાં એક ગુરુ છે જરૂરી;

જેમ હવા પાણી ખોરાક છે જરૂરી,


ગુરુ આપે જીવનનું જ્ઞાન;

ગુરુ અર્પે ઉચ્ચ સંસ્કાર,

ગુરુ આપે છે સાચી સમજ,

ગુરુ સીંચે છે પ્રેમ સિંચન,


ગુરુ શીખવે છે કડવાશમાં મીઠાશની તલાશ;

ગુરુ શીખવે છે દુઃખમાં પણ સ્મિતની સુવાસ,

 

ગુરુ સદગુણોનું સિંચન કરી, બનાવે બીજને ઘટાદાર વૃક્ષ;

વિરાન રણમાં પણ એ ખેલાવે છે પુષ્પ,


હિંમત હોશ અડગ વિશ્વાસથી,

સત્યની રાહ પર કેડી કંડારે છે,


મારા પ્રથમ ગુરુ મારા પિતા છે;

પાપા પગલી કરતા જેણે જીવનમાં દોડતા કર્યા,

એકલે હાથે માતા પિતાનો પ્રેમ આપ્યો

સંસ્કારનું સિંચન કરી ખીલતા કર્યા,

એકડે એકથી શરૂઆત કરી એમ,એસ,સી, કરાવ્યું;

સમાજમાં અલગ સ્થાન મારું નિર્મિત કરાવ્યું,


કોટી કોટી વંદન છે મારા પિતાને

કોટી કોટી પ્રણામ છે મારા પિતાને, ગુરુપૂર્ણિમા દિને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract