STORYMIRROR

Seema Pandya

Inspirational

3  

Seema Pandya

Inspirational

ઉત્સવ

ઉત્સવ

1 min
127

છે જીવન એક અનોખો ઉત્સવ;

ઉમંગ, ઉત્સાહ, સુખ-દુઃખના મિલનનો,

પળને, ક્ષણેક્ષણને આનંદથી માણવાનો,


છે જીવન એક અનોખો ઉત્સવ;

ભૂલો સ્વજનની માફ કરી સ્વીકારવાનો,

હળીમળીને આગળ વધી ધ્યેય પામવાનો,


છે જીવન એક અનોખો ઉત્સવ;

વિકાર, નકારાત્મકતા ત્યાગી અંધકાર દૂર કરવાનો,

અંતરઆત્માને ઓળખી, આત્મમંથન કરી, આત્મસાત કરવાનો,


છે જીવન એક અનોખો ઉત્સવ,

ઊર્જાનો સંચાર કરી, સુંદર દિવ્ય સૃષ્ટિ રચવાનો,

સુંદર દિવ્ય સૃષ્ટિ રચવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational