STORYMIRROR

Seema Pandya

Inspirational

4  

Seema Pandya

Inspirational

કોણ કહે છે ?

કોણ કહે છે ?

1 min
360

કોણ કહે છે મૌન ને વાચા નથી હોતી,

કોણ કહે છે બંધ આંખોમાં આશ નથી હોતી.


કોણ કહે છે મુસ્કાનમાં દર્દ નથી હોતું,

કોણ કહે છે સુખ સાથે દુઃખ નથી હોતું.


મૌનની વાચા ને કળો, બંધ આંખોના દ્વાર ખોલો,

મુસ્કાનમાં સમાયેલ અમોઘ દર્દને ઓળખો.

        

તો

કોણ કહે છે મઝધારમાં ડૂબતી નૈયાનો કિનારો નથી હોતો,

કોણ કહે છે સર્વેને ઈશ્વર તણો સહારો નથી હોતો.


કોણ કહે છે ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટિ

અલોકિક, અદભુત, આલ્હાદક નથી હોતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational