છે જીવન સર્વનું
છે જીવન સર્વનું
છે જીવન સર્વનું એક પરીક્ષા,
હર ડગ પર છે એક પરીક્ષા,
સ્કૂલમાં પરીક્ષા, ટ્યુશનમાં પરીક્ષા,
સફળ થવાના ટેન્શનની પરીક્ષા,
જીવ થાકે, હારે, ઊંઘે, જાગે તોય હોય પરીક્ષા;
તાણ ભર્યા જીવનમાં, દેતા રહીએ પરીક્ષા,
નથી ફક્ત પાસ થવું, ટકા નેવું પાર જોઈએ;
છતાં ઉત્તમ કોલેજમાં ફરી એડમિશનની પરીક્ષા,
વેદકાળ, ગુરુકુળ પદ્ધતિમાં હસતા હોય પરીક્ષા;
રામકૃષ્ણ ભીમ અર્જુન રમતા આપે પરીક્ષા,
કેવી છે આ સિસ્ટમ, ફસાયા સર્વે, ચક્રવ્યૂહની પરીક્ષા;
ક્યાં જઈને અટકશે, રેસના ઘોડાની આ પરીક્ષા,
છે જીવન સર્વેનું એક પરીક્ષા,
હર ડગ પર છે એક પરીક્ષા.
