STORYMIRROR

Seema Pandya

Others

4  

Seema Pandya

Others

હા, હું ડોક્ટર છું

હા, હું ડોક્ટર છું

1 min
300

હા, હા હું એક ડોક્ટર છું;

 કહેવાય છે ભગવાનનું બીજું રૂપ છું,

 ભગવાન નહીં પણ માણસ છું,

 હા, હા હું એક ડોક્ટર છું,


નથી જોયા વાર ને તહેવાર,

નથી જોયા દિન ને રાત, 

કપરા ચઢાણ ચઢી મુકામે છું,

અવરિત ખડે પગે તૈયાર છું,

 હા, હા હું એક ડોક્ટર છું,


દુનિયામાં આગમન મા થકી તમારુ,

પરંતુ હું પણ અમોલ તેનો સાક્ષી છું,

તમારી જિંદગી અને મોતના ખેલમાં,

જાણે કેટલી વાર હું આવ્યો છું,

હા, હા હું એક ડોક્ટર છું,


મારા હક માટે લડું તો અભદ્ર,

કાર્યશીલ પ્રણાલીથી થાકું તો ગુનેગાર,

ફિસ માંગુ તો લાલચી, વ્યાપારી,

મોતને હરાવું તો ભગવાન છું,

હા, હા હું એક ડોક્ટર છું.


Rate this content
Log in