STORYMIRROR

Seema Pandya

Abstract

3  

Seema Pandya

Abstract

રફતાર

રફતાર

1 min
202

જિંદગીની આ બેફામ, તેજ રફતારમાં;

ધનદોલત, યશની આ ગાંડી રેસમાં;

માનવ ક્યાંય પાછળ રહી ગયો,


મળતા હતા કેટલા પ્રેમથી, સ્નેહથી,

હવે મળે છે ફેસબુકમાં હુંસાતુંસીથી,


સોશિયલ મીડિયા પર છે હજારો દોસ્તો,

જિંદગીમાં, ભરી દુનિયામાં સાવ છે એકલો,


સમય નથી કોઈની પાસે પણ હસવાનો,

ખોટા ખોટા ડોળ કરે છે જુઠા આનંદનો,


હળવાશની શાંત પળો ગુમાવી બેઠો છે,

શાંતિની સુખી જિંદગી ભૂલાવી બેઠો છે,


ચહેરાનું નિર્દોષ સ્મિત ખોઈ બેઠો છે,

ચહેરા પર ચહેરો ચઢાવી બેઠો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract