વરસાદજી
વરસાદજી
આકાશ ઘેરાયું છે,
ઘનઘોર વાદળોથી,
લાગે છે મન મૂકીને
વરસશે આજે વરસાદજી.
રોજ રોજ ના નખરા એના,
ખોટા ખોટા બહાના એના,
પકડાપકડી સંતાકૂકડીની રમત,
થપ્પો કરી છૂપાઈ જવાની આદત,
નહીં ચાલે હવે જી !
લાગે છે મન મૂકીને
વરસસે આજે વરસાદજી
લો;
વિનંતીઓ, પ્રાર્થનાઓ, યાચનાઓ,
દિલથી સ્વીકારી આજે મેહુલિયાએ,
રંગરંગના વાદળિયા જો ઘેરાયા,
ઘાઢા રંગોથી, વીજળીના ચમકારાથી.
તૂટી પડ્યો માઝા મૂકીને,
તૃપ્ત કરી તરસી ધરાને
નાના મોટા સૌ કોઈ રંગાયા રંગથી,
નાચી ઊઠ્યા, ઝૂમી ઊઠ્યા આનંદથી.
વાહ !
મન મૂકીને વરસ્યો વરસાદ આજે લયથી.