છે રાખડી
છે રાખડી
શું એક રેશમનો નાજુક ધાગો છે રાખડી ?
કે
વીરાના કલાઈ પર બાંધેલી ગાંઠ છે રાખડી ?
ના; ના; તો
ભાઈ બહેનનો નિર્મળ પ્રેમ છે રાખડી,
સ્નેહનું પવિત્ર અમૂલ્ય ગૂંથણ છે રાખડી,
રક્ષા, વિશ્વાસનું અતૂટ વચન છે રાખડી,
બહેનનું રક્ષાકવચ ભાઈનું દીર્ઘાયુષ છે રાખડી,
બ્રહ્મા વિષ્ણુ મહેશનો સંગમ છે રાખડી,
ભાઈ બહેનના સંબંધમાં મધુરતા મીઠાશ છે રાખડી,
ભાઈ-બહેનના જીવનમાં, અંત સુધી જીવંત પ્રેમ છે રાખડી,
અંત સુધી જીવંત પ્રેમ છે રાખડી.
