STORYMIRROR

Seema Pandya

Inspirational

4  

Seema Pandya

Inspirational

રવિવાર

રવિવાર

1 min
270

રવિવાર એટલે થાકેલી જિંદગીને,

પરિવાર સાથે મહાલવાનો વાર.


રવિવાર એટલે ફાસ્ટ ફોરવર્ડ જિંદગીને,

'પોઝ' મોડ પર મુકવાનો વાર.


રવિવાર એટલે જિંદગીની એક્સપ્રેસ ટ્રેનને,

સ્ટેશન પર વિરામ આપવાનો વાર.


રવિવાર એટલે જિંદગીની ગૂંચને,

શાંતિથી ઉકેલવાનો વાર.


બાળપણનો રવિવાર એટલે,

મોજ-મસ્તી થાકવાનો વાર.


યુવાનીનો રવિવાર એટલે,

હોટલમાં ખાણી-પીણીનો વાર.


ખરા અર્થમાં રવિવાર એટલે,

મનમાં સાહસ ઉત્સાહ ભરી,

લક્ષ તરફ ગતિ કરવાનો વાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational