ફરિયાદ
ફરિયાદ
મારા ગુસ્સાને થોડો આઝાદ કરવા દે,
સમસ્યાઓ છે તો તેની ફરિયાદ કરવા દે,
પ્રેમની તો રોજ થાય છે વાતો મહેફિલમાં,
હૈયાને ખાલી કરવા ગુસ્સાનો નાદ કરવા દે,
તું સમજ્યો જ નહીં મારા પ્રેમ, લાગણીને,
વર્ષો બાદ મારા મિત્રને એક સાદ કરવા દે,
મળી મિત્રને મેં દિલ ખોલી ખૂબ રડી લીધું,
હળવું કરી હૈયાને હવે થોડો વિનોદ કરવા દે,
"સરવાણી" સમજવાવાળા ખૂબ ઓછા મળ્યાં,
છોડ બધું સાથ આપનારનો ધન્યવાદ કરવા દે.

