STORYMIRROR

Harshal Baxi

Romance Fantasy

4  

Harshal Baxi

Romance Fantasy

ઈચ્છા

ઈચ્છા

1 min
353

આંખોને આજે બોલવા દો, હોઠ છો મૌન રહ્યા,

શબ્દોને વહેવાને મેં સાહિલની દિશા બદલી છે,


અમે વહેતા રહ્યા સતત લાગણીના પ્રવાહમાં,

બસ થોડું રોકાઈ ને હવે તને પામવાની ઈચ્છા છે,


કહે છે પ્રેમ દેખાય છે એકબીજાની આંખોમાં,

આજ પાંપણ ઢાળી તને કેદ કરવાની ઝંખના છે,


આખું આયખું સમર્પિત કર્યું મેં તારા ચરણોમાં,

શ્વાસ મહી તું જ ધબકે એ જ છેલ્લી આશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance