યાદ
યાદ
વરસો બાદ
એજ કિતાબ
એજ પાનું -
એજ સુગંધી
યાદો નો ખજાનો...
અને -
હળવે થી સરકતું
એજ રંગીન મુરઝાયેલું ફૂલ....
ફરીથી,
એજ તલસાટ,
એજ વલોપાત,
એજ ઊર્મિઓ ના સ્પંદનો..
અને
હળવેથી હૃદય નું બોલવું,
ધડકવા માં ક્યાં રહી ગઈ'તી ભૂલ !!!

