વિચાર
વિચાર
મારી બારીમાંથી આજ આખું આકાશ દેખાય છે,
જાણે મુક્ત મને વિહરવાને એક વિચાર પડઘાય છે..
ઉડુ છું બેસી ને પેલા પારેવાની પાંખ પર,
જાવા ને દેશ જ્યાં સપના ઘડાય છે - મારી બારીમાંથી....
કોયલ ના ટહુકાઓ ટપકે છે ધરતી પર,
ઉગે તો આશ નહીંતર વિચાર દટાય છે...
પેલો ચાંદલિયો ઝૂલે છે ઓલ્યા તારલીયાની ડાળ પર,
જોઉં છું તેને ત્યાં તારી તસ્વીર ઝીલાય છે. - મારી બારીમાંથી...
બદલી છે સુરત હવે મોસમે આ નભ પર,
પેલી વાદલડી પછવાડે તારું સ્મિત ડોકાય છે...
વરસશે અનરાધાર હવે યાદો આ દિલ પર,
સાહિલ થઈ ભીંજાવાને આજ મન લલચાય છે. - મારી બારીમાંથી...