STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Others

3  

KALSARIYA PRAKASH N.

Others

સફળતા

સફળતા

1 min
175

સફળતા એમની જ પ્રભાવક હોય,

જે નિત્ય મહેનતના, ઉપાસક હોય,


ઈર્ષા ન દેખે કદી, જે હોય સજ્જન,

ઇતિહાસમાં અમર એનું કથાનક હોય,


આપત્તિ આવે તો, ડરીને ન ભાગે કદી,

હર સંકટની સામે એ લડાયક હોય,


ગુણ ન બદલે કદી, સરખા જ રહે રોજ

જે સતગુણી હોય તે નિત સહાયક હોય,


હિંમત હારે ડર, જ્યારે મન મજબૂત હોય,

દૃઢ મનોબળ હોય એ હંમેશા પ્રકાશક હોય,


ને ગીતાનો સાર જેની નસેનસમાં વહે છે,

'યાદ' હમેંશા એ જ સત્યના પ્રચારક હોય.


Rate this content
Log in