STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Tragedy Others

4  

KALSARIYA PRAKASH N.

Tragedy Others

વિજ્ઞાન કથા

વિજ્ઞાન કથા

1 min
413

વિજ્ઞાનના ક્ષેત્રની ઘણી મેં કથાઓ સાંભળી,

સતત હાર પછીની, મેં વ્યથાઓ સાંભળી.


વહેંચવાની રીત મિલકતમાં જ હોય છે,

આજે પ્રેમની પણ એવી પ્રથાઓ સાંભળી.


ને એમનો વિરહ મને કાંટા માફક સુભે છે,

દિલબર પણ આપે એવી જફાઓ સાભળી.


વાંચા મળી છે માટે જ તો માનવી વિચારતો નથી,

જુલ્મો સહેતા પ્રાણીઓની ખફાઓ સાંભળી.


ને દગો કરનારના લોહીની ખબર નથી 'યાદ',

પણ બેહદ મહોબત કરનારની વફાઓ સાંભળી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy