વિશિષ્ટ શક્તિ
વિશિષ્ટ શક્તિ
કૈક વિશિષ્ટ શક્તિ એમના હાથમાં છે, કહેવાય છે,
ઉત્તમ ક્ષણ જીવનની એના સાથમાં છે, કહેવાય છે,
મંદિર, મસ્જિદ, ગુરુદ્વારાને સઘળે, હું ફરી વળ્યો છું,
પરમ સુખની પ્રાપ્તિ એના શરણમાં છે, કહેવાય છે,
દુઃખોના પહાડ જો તૂટી પડે, તો હિંમત હારીશ નહીં,
સાચા સુખની પ્રાપ્તિ એમની બાથમાં છે, કહેવાય છે,
આ સમંદર પણ નાના પડે, જો માતા સાથે તોલાય તો,
વત્સલ્યના લાખો સમંદર એની આંખમાં છે, કહેવાય છે,
સો સો સૂરજ તપે તો પણ ગળે નહિ, એવી મમતા છે,
ચંદ્રથી પણ શીતળ લાલાશ એની આંખમાં છે, કહેવાય છે,
એ સાથે હોય સંતાનની તો, સંકટ કદીય સ્પર્શે નહિ 'યાદ',
હર દુઃખ હરનારી શક્તિ એની, આશમાં છે કહેવાય છે.
