સ્વપ્ન
સ્વપ્ન
આજ એકાંતે બેઠો જે જગ્યા છે શાંત
આવ્યો વિચાર કરું સપનાની વાત,
હાથ લઈ ડાયરીને તર્જની ઘૂંટીને
યાદોમાં ડૂબી લખી સપનાની વાત.
જો તો સપના પણ સાચા ના ઠરતા
દરેક સપનામાં હોય આનંદ ઉલ્લાસ,
સુખી રહેતોને સેવા કરું સર્વની
આજ આનંદ થતો લખતા સપનાની વાત.
સપના હું જોતો અને સપનામાં રમતો
સપનાના સમુદરમાં ડૂબતો દિન રાત,
જોઈ સપના અને હું જીવન વિતાવતો
કહેતો જીવન જીવીશ હું હમસફરને સાથ
.
જ્યારે ન મળ્યા કોઈ સાચા એંધાણ ત્યારે
લાગતા વ્યર્થ બધા સપનાના સાર,
આજ મળ્યો સાથ ત્યારે તર્જની ઘૂંટી
યાદોમાં લખું ડૂબીને હું સપનાની વાત.
