STORYMIRROR

Bharat Darji Aabhas

Romance Tragedy

3  

Bharat Darji Aabhas

Romance Tragedy

આવડી ગયું

આવડી ગયું

1 min
25.3K


નભ વગર પંખીને ઉડતા આવડી ગયું,

છોકરાને શેર લખતા આવડી ગયું.

વેદનાને કાઢવા કાયમ હૃદયથી,

રાત સાથે જામ ભરતા આવડી ગયું.

ક્યાં જરૂરી છે હવે રોજે મિલનની,

ખ્વાબમાં તો રોજ મળતા આવડી ગયું.

સાવ નવરા ધૂપ એેવા એ હતા કે,

પ્રેમથી લોકોને નડતા આવડી ગયું.

આંસુ સાથે દર્દ છાના મેં છુપાવ્યા,

આંખ વિના એવું રડતા આવડી ગયું.

લાગણીમાં જોઈ મેં ઉદારતા તો,

પ્રેમ સામે આજ નમતા આવડી ગયું.

આગની સાથે સદા સંબંધ મારે,

એટલે 'આભાસ' બળતા આવડી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance