STORYMIRROR

Hanif Sahil

Others Tragedy

3  

Hanif Sahil

Others Tragedy

ઓળખાયા

ઓળખાયા

1 min
28.2K


સુખદ અટકળના નામે ઓળખાયા,

અમે જ્યાં જળના નામે ઓળખાયા.

અમે તો ધોમધખતા ગ્રીષ્મ જેવા,

તમે વાદળના નામે ઓળખાયા.

અનાદી કાળથી આવ્યું ના કોઈ,

ઉપેક્ષિત સ્થળના નામે ઓળખાયા.

ખર્યા તંદ્રીલ પાંપણ પરથી સપનાં,

અને ઝાકળના નામે ઓળખાયા.

સતત ફૂલોની લિપિથી લખ્યા જે,

નર્યા કાગળના નામે ઓળખાયા.

કોઈના કંઠમાં બેચેન નદીઓ,

કોઈ મૃગજળના નામે ઓળખાયા.

સમયની હોડમાં ઉતર્યા’તા સાહિલ,

પરાજિત પળના નામે ઓળખાયા 


Rate this content
Log in