STORYMIRROR

Hanif Sahil

Romance

3  

Hanif Sahil

Romance

ઉજાશ થયો

ઉજાશ થયો

1 min
13.3K


ફૂલને પંથ આ પ્રવાસ થયો,

મ્હેકતો મારો શ્વાસે શ્વાસ થયો

આંખમાં એમ પૂર ઉમટયા કે,

ક્યાંક વરસાદ ઉપરવાસ થયો

હું ય ધરબાયો બીજની માફક,

વૃક્ષની જેમ ઉદવિકાસ થયો.

કોણ ડોકાયું આજ બારીમાં,

કે ગલીમાં ફરી ઉજાશ થયો.

કોણ ઓઝલ થયું નજરથી આ,

દર્પણે કોનો મને ભાસ થયો.

એક આવેગભર્યું આલિંગન,

કોઈનો મારામાં સમાસ થયો.

શબ્દના રસ્તે સંચરીને ‘હનીફ’

આ ગઝલ માંહે રાતવાસ થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance