STORYMIRROR

Hanif Sahil

Inspirational Tragedy

3  

Hanif Sahil

Inspirational Tragedy

શું કર્યું?

શું કર્યું?

1 min
14.8K


આગમનની ખબરનું શું કર્યું?

આ પ્રતીક્ષિત નજરનું શું કર્યું?

એનું મળવાનું જ્યાં હતું નિશ્ચિત;

એ ગલી, એના ઘરનું શું કર્યું?

કેમ ભટકે છે તું અહીં ને તહીં,

હમસફર, તે સફરનું શું કર્યું?

કેમ ખાલી છે સુરાલય સાકી!

તે નશીલી નજરનું શું કર્યું?

ક્યાં ગઈ મહેકતી વસંત કહે

બાગબાં પાનખરનું શું કર્યું?

 

કેમ લાગે છે બધે વેરાની

આ ધબકતા નગરનું શું કર્યું?

જે સદા હોંઠ પર હનીફ હતું

એ રટણ એ જિકરનું શું કર્યું?

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational