STORYMIRROR

Alpa Vasa

Inspirational Tragedy Romance

3  

Alpa Vasa

Inspirational Tragedy Romance

મુજ હસ્તી

મુજ હસ્તી

1 min
28K


નથી જળ, નથી વાદળ, પણ હતી...

અનરાધાર વૃષ્ટિ.

મેં ઘૂંટડે - ઘૂંટડે માણી હતી એ...

અવિરત મસ્તી.

મેં પ્રણયના જામ પીધાં, ને અપાર પીધાં,

મદિરા નશાથીય વધારે હતી એમાં તૃપ્તિ.

ઉલેચી મનના સાગરને, અમાપ માણી, 

અદ્ભૂત ને અલોકિક એની અનંત સૃષ્ટિ.

વૃષ્ટિ એ થઈ ગઈ અચાનક અનાવૃષ્ટિ,

ને, સંકોરી લીધી મેં, મુજ હસ્તી. 

હવામાનની જેમ બદલાઈ ગઈ દ્રષ્ટિ,

પ્રેમ - લાગણી થઈ ગયા, વાસી પસ્તી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational