જોજો
જોજો
નાનકડું સારું કામ કરી જોજો,
અને પછી એનો આનંદ જોજો.
સ્વને ખાતર તો ઘણું જીવ્યા,
બીજા માટે થોડું જીવી જોજો...
અને પછી એનો આનંદ જોજો.
આપને તો છપ્પન ભોગ ખાધા,
બીજાને થોડું જમાડી જોજો...
અને પછી એનો આનંદ જોજો.
આપણે તો અવનવા પીણા પીધા,
બીજાની તરસ છીપાવી જોજો...
અને પછી એનો આનંદ જોજો.
સ્વ ખાતર તો ઘણા નાણાં ખર્ચ્યા,
બીજાંના માટે થોડા ખર્ચી જોજો...
અને પછી એનો આનંદ જોજો.
આમતો માણસ રૂપે જનમ્યા છે,
થોડું માણસ બની જોજો...
અને પછી એનો આનંદ જોજો.
