STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational Tragedy

3  

Bharat Darji Aabhas

Inspirational Tragedy

જાત

જાત

1 min
27.3K


દાયકાઓ બાદ આજે જાત ધોઈ છે,

સાફ સુથરી આજ મારી જાત જોઈ છે.

જામ ઢોળાઈ ગયો પીતાં પહેલાં તો,

રાત બાકી એ વિચારે જાત ખોઈ છે.

મોહ આગળ કાઈ ના ચાલ્યું અમારું તો,

હાથ માથે મૂકી ને આ જાત રોઈ છે.

છેક ઉપર જાય જો આધાર હો સારો,

જિંદગીની આપણી આ જાત પોઈ છે.

એટલા ના સાચવો 'આભાસ' શ્વાસોને,

છેવટે તો મારી તારી જાત લોઈ છે.

-આભાસ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational