STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

વાત ના કર

વાત ના કર

1 min
26.5K


રાજ તારા ખોલવાની વાત ના કર,

મૌન મારું તોડવાની વાત ના કર.

વેદનાને જોઇલે આવીને તું અહિં,

શબ્દથી તું બોલવાની વાત ના કર.

દોસ્ત મારા આપણા દર્દો જુદા છે,

વેદનાથી તોલવાની વાત ના કર.

જે કહેવું હોય તે ત્યાંથી કહી દે,

બારણાને ખોલવાની વાત ના કર.

શાંતિથી પોઢી ગયો 'આભાસ' અહિંયા,

આ કબરને ખોદવાની વાત ના કર.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Tragedy