વિવાહ
વિવાહ
1 min
214
અજાણ્યા હાથમાં હાથ સોંપીને
સાત જન્મોનો સાથ સોંપીને,
સઘળું સોંપીને બન્યા છે એમના
બન્યા સપ્તપદી સાક્ષી જેમના,
ધર્મ,અર્થ, કામ અને મોક્ષ બધું
ડગલું પણ ભરીશ હું તુજ સાથે,
સાત વચન મેં આપ્યા છે તુજને
સપ્તપદીના હર કદમ સાથે,
હવે આયખું આખું સોંપ્યું તને
મારા જીવન મરણની ક્ષણ છે તું,
તું જ ડગલે ડગ માંડી ભરું પંથ
મારા અંતરનો ઓજસ છે તું.
