Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Inspirational Tragedy

3  

Dipal Upadhyay

Inspirational Tragedy

રહીએ.....

રહીએ.....

1 min
13.7K


કહ્યું કોણે ચીસો ચિત્કારતા રહીએ, 

તને એમ જ અમે પુકારતા રહીએ. 

સમય નામે સરોવરમાં સતત તરીએ, 

ક્ષણોને કઈ રીતે ધૂત્કારતા રહીએ. 

હવા મધ્યે આ જીવતર નામનો ફૂગ્ગો, 

ફૂટી જાશે, ન એ ફૂત્કારતા રહીએ. 

નિસાસા નાખીએ ના કોઈ કથની પર, 

હ્રદયને એ ઘડી ધબકારતા રહીએ. 

ભરી એમાં તમારા નામની ‘ફોરમ’, 

ફૂલો ધરીએ અને સત્કારતા રહીએ. 


Rate this content
Log in