STORYMIRROR

Bharat Parmar

Fantasy Inspirational

4  

Bharat Parmar

Fantasy Inspirational

જય ભીમ અમર રહો

જય ભીમ અમર રહો

1 min
380

એની ગૌરવગાથા યાદ કરો

અમ વચ્ચે જય ભીમ અમર રહો !

એના જીવનમંત્રો અડગ રહો

સારા વિશ્વમાં એ ફરતા રહો !


અમ જીવનમાં અમ અંતરમાં

એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !

એનું જીવનકાર્ય અખંડ તપો

અમ દેશનું બંધારણ અમર રહો !


એનું શિક્ષણ સર્વત્ર વ્યાપી રહો

એ તો નારીને હકો અપાવી ગયો !

એ તો બૌદ્ધ ધર્મની રાહે રહ્યો

એની વિચારધારાને વળગી રહ્યો !


એ તો સૂર્યની જેમ સદાયે તપ્યો

અંતે બાબા સાહેબ બનીને રહ્યો !

એણે કષ્ટો સહ્યા 'વાલમ' યાદ કરો

એ તો વિશ્વ માનવી બનીને રહ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy