STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

મહેક

મહેક

1 min
342

વહે છે ઠંડી હવા ઓસના ભારથી,

મોસમી કેસૂડો મલકે છે મલાલથી,


પીંખાઈ ગયું પુષ્પ સુગંધના તાણથી,

ને મહેંકી ગયાં દિલ એનાં કામણથી,


મતલબ શું ગૂંથેલા કેશનો ?

તૂટી ગયા ગજરા એની મહેકથી,


સુગંધની નથી, આ કુરબાની ફૂલોની,

ફોરમાઈ ગઈ પાનખર વસંતનાં ભારથી,


જુઓ પ્લાસ્ટિક તણાં રંગીન ફૂલોને,

"રાહી" ઉજ્જડ લાગે ઉપવન સુગંધથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance