નવસર્જન
નવસર્જન
હું છું ખૂબ મોટી જ કંપનીનો માલિક પરંતુ,
તારી પાસે આવી બાળક જેવું વર્તન કરું છું,
કાયદા, નીતિ, નિયમોનો પાક્કો ખિલાડી છું પણ,
પ્રેમમાં પડ્યો ત્યારથી કાયદાનું ખંડન કરું છું,
તારા અને પરિવાર માટે ખૂબ સાવચેત રહું છું,
પણ દરરોજ હું તારા ગાલના ખંજનમાં પડું છું,
હું હતો ખૂબ અતરંગી અને નફ્ફટ માણસ પણ,
તને મળ્યા પછી હું મારું રોજ નવસર્જન કરું છું,
'સરવાણી' સાહિત્યના મામલે હું અભણ છું,
પણ તારા પ્રેમમાં પડ્યા પછી રોજ કવન લખું છું.

