STORYMIRROR

Falguni Rathod

Romance Fantasy

4  

Falguni Rathod

Romance Fantasy

ભ્રમણા

ભ્રમણા

1 min
254

આગમનનો ક્યાં અણસાર હશે ?

ને એવી ભ્રમણા મનમાં બેસુમાર હશે !


બોલવાની ઘડીમાં ક્યાં પછડાટ હશે ?

ને આમ શ્વાસથી અધ્ધર શ્વાસ હશે !


ભીતર વમળોનું ક્યાં વંટોળ હશે ?

ને એ વાવાઝોડું બની ઘુમરાતું હશે !


વાત-વાતમાં ક્યાં શબ્દરમત હશે ?

ને આમ તું કોણ ? હું કોણ ? કરતું હશે !


સૂના સૂનકારાની ક્યાં નીરવતા હશે ?

પણ કહેવું કોને એની ખબરમાં સૂનું હશે !


ઉરની હેલોઓ ક્યાં જતી રહી હશે ?

ને એની પાછળ દોડતું મારું જો તન હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance