મૌન પ્રેમ
મૌન પ્રેમ
સૃષ્ટિ આખી અબોલ રહી જીવનું સંવર્ધન કરે,
મૌન રહીને પ્રકૃતિ હંમેશા જીવનનું સંવર્ધન કરે.
પ્રકૃતિમાં અસીમ શક્તિનો કોઈ પર્યાય નથી,
તોયે મૂક બનીને પ્રેમથી જીવમાત્રનું સંવર્ધન કરે.
વાદળ મૂક બની વરસાદ રૂપે વહાલ વરસાવે,
ને નદીયું જળમાતા બનીને ધરાનું સંવર્ધન કરે.
પશુ-પંખી સહજ ભાવે પ્રકૃતિમાં વિચરણ કરે,
અબોલ છતાંયે સ્નેહથી પરિવારનું સંવર્ધન કરે.
અબોલ પ્રેમમાં હોય સહજ મૌનની પરાકાષ્ઠા,
મૌન રહીને જ પ્રકૃતિ જીવજગતનું સંવર્ધન કરે.
