સબંધ
સબંધ
સ્વાર્થના પાયા પર સ્થપાય છે સબંધ
નિસ્વાર્થ ભાવે ક્યાં નીભાવાય છે સબંધ
જન્મ જાત મળેલ છે ક્યાંક સબંધ
તો ક્યાંક જાતે પસંદ કરાય છે સબંધ
હેતુ વગરના ના હોય હેત ક્યાંય
સ્વાર્થ સાથે જ બનાવાય છે સબંધ
એક ક્ષણ માટેનો ખેલ હોય છે ક્યાંક
તો ક્યાંક જીવનભર જીવાય છે સબંધ
શરૂઆતમાં તો વિશ્વાસથી ભરપૂર અને
અંતમાં તો દગાથી હણાય છે સબંધ
સાચા હૃદયથી કરેલ હોય છે જ્યાં સ્નેહ
સમાજના રિવાજોથી દટાય છે સબંધ
અંતિમ શ્વાસ સુધી જીવંત રહીને
પવિત્ર સ્નેહથી ભીંજાય છે સબંધ
કુદરત પણ સાથ આપે છે જ્યાં
વગર શરતો એ બંધાય છે સબંધ
