બેદાગ સ્મરણ
બેદાગ સ્મરણ
આપણી દરેક મુલાકાત યાદ કરજો
કદાચ છૂટે સાથ તો ફરિયાદ કરજો
ભલે ચાલતા હોય લાકડી ના ટેકે બંને
આજની જેમ જ હૃદયથી સાદ કરજો
હું કરીશ તમારી ખુશીઓનો સરવાળો
થઈ શકે તો તમે મારી ભૂલ બાદ કરજો
ના મળી શકાય કદાચ પછી રૂબરૂ દોસ્ત
ગઝલ બની આવીશ હૃદયની દાદ કરજો
ના જોઈએ બીજું કશું સિવાય હૃદયસ્પર્શ
શુદ્ધ 'શ્વેત' ને બેદાગ સ્મરણ એકાદ કરજો