STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

3  

Sweta Sardhara "shwetgzal"

Romance

દોસ્તીનું સંગીત

દોસ્તીનું સંગીત

1 min
156

તું વગર કારણે વરસાવે છે વ્હાલ

દોસ્ત, હું કેમ કરીને પૂછું તારો હાલ,


જીવું છું આજને બસ તારી યાદમાં

કેટલી ખૂબસૂરત તારી વાતો અને કાલ,


કેવી માસૂમિયત ને સ્વાર્થ વગરનો સ્નેહ

ફરીથી જીવી લઈએ એ ક્ષણને ચાલ,


જીવનના મેઘધનુષમાં તું ખૂટે છે દોસ્ત

ક્યાંથી લાવું હું તારા પ્રેમનો રંગ લાલ,


અન્ય જવાબદારીમાં અટવાઈ તું ' શ્વેત '

ખોવાયું દોસ્તીનું સંગીત, સૂર, અને તાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance