Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Sardhara " શ્વેત "

Romance

4  

Sweta Sardhara " શ્વેત "

Romance

સ્મરણો

સ્મરણો

1 min
363


હૃદયના ત્રાજવામાં થોડાક સ્મરણો જોખું છું

જીભની મીઠાશ કાજ તમારી વાતો ચાખું છું,


હવે તો વિદાય આપી દો તમારા હૃદયમાંથી

અઢળક યાદોનું દર્દ બની તમારા મનમાં દુખું છું,


વગર મંજૂરી એ ગમે ત્યારે આવો છો સ્મરણમાં

ના ફૂલ, ના ચોખા, હું તો તમને ગઝલથી પોંખું છું,


જાણું છું, નથી સંભવ રૂબરૂ મુલાકાત દિવસની

હું તો સ્વપ્નમાં મળવા બસ એક રાત ઝંખું છું,


બધા રંગો એમને મુબારક જેના નસીબમાં તમે

હું તો તમને શુદ્ધ, બેદાગ અને "શ્વેત" લખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance