STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Others

4  

Sweta Sardhara "shwetgzal"

Others

હે ઈશ્વર

હે ઈશ્વર

1 min
247

એના હૃદયના દર્દમાં આ આંખો કેમ રડે છે

એના હાસ્ય કાજ કેટલી મિન્નત કરવી પડે છે


હે ઈશ્વર ! ક્યાં બગાડ્યું છે એણે કોઈનું પણ

તમને આખી દુનિયામાં ફક્ત મારી જાન જ નડે છે


હવે તો બસ કરો, કેટલીક હોય પછી પરીક્ષા

સુખ, શાંતિ અને ખુશી માટે એ કેટલું લડે છે


એના દુઃખ મારા, મારી ખુશીઓ એને નામ કર

અણમોલ ક્ષણોથી એ રોજ મારું જીવન ઘડે છે


ઈશ્વર, આ છેલ્લી દુઆ છે, ના ઉતરે ક્યારેય 

હવે 'શ્વેત' રંગ ધીમે ધીમે એના હૃદયમાં ચડે છે


Rate this content
Log in