STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

4  

Sweta Sardhara "shwetgzal"

Romance

શ્વાસમાં સમાય છે તું

શ્વાસમાં સમાય છે તું

1 min
250

હોઠ પર છાનો આવી મલકાય છે તું,

આંખોમાં આંસુ બની ભીંજાય છે તું,

હૃદયની લાગણીઓમાં હરખાય છે તું,

મારા એક એક શ્વાસમાં સમાય છે તું,


નસીબના કારણે થયા અલગ તનથી

આપણને કોણ અલગ કરવાનું મનથી

મારી વાણીમાં સતત બોલાય છે તું,

મારા એક એક શ્વાસમાં સમાય છે તું,


પામવાને આ માનવી રોજ મથે કેમ

મિલન - વિરહથી તદ્દન પર છે પ્રેમ

આંખ બંધ કરું ને પળમાં દેખાય છે તું,

મારા એક એક શ્વાસમાં સમાય છે તું, 


આત્મીય મિલનને નથી નડતી બાધા

હું રહું તારામાં જાણે કૃષ્ણમાં રાધા

મારા શબ્દે શબ્દે ફક્ત લખાય છે તું,

મારા એક એક શ્વાસમાં સમાય છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance