Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Sardhara "shwetgzal"

Others

4  

Sweta Sardhara "shwetgzal"

Others

ખોવાયેલી મિત્રતા

ખોવાયેલી મિત્રતા

1 min
305


હૃદયના ખૂણામાં પડેલી યાદો આજે બહાર આવી ગઈ,

ન ઇચ્છવા છતાં આજે ઇતિહાસ ની કિતાબ ખુલી ગઈ.


હું જિંદગી ના વમળોમાં ક્યાંક એવી ફસાઈ ગઈ,

મારાથી એ નાદાન મિત્રતા ક્યાંક ખોવાઈ ગઈ.


વર્ષો પછી આજે એ મિત્રની મુલાકાત થઈ ગઈ,

એને જોઈ હું પૂરેપૂરી ત્યાંને ત્યાંજ વિખેરાઈ ગઈ.


ખુદને મજબૂત કરી ઊભી હતી, ક્યાં છું એ ભૂલી ગઈ,

ભૂતકાળ સાથે આજ અચાનક એવી અથડાઈ ગઈ.


એના મોઢે મારું નામ સાંભળી, બધી ધીરજ ખૂટી ગઈ,

ક્યાં છું ? કોણ છું ? બધું જ ભૂલીને હું એને ભેટી ગઈ.


વર્ષોથી ખુદને છુપાવેલી, આજે હું બહાર આવી ગઈ,

એને જોઈ લાગ્યું આજ એની પણ મન્નત પૂરી થઇ.


એને ગળે મળીને લાગ્યું આ જીસ્મમાં જાન આવી ગઈ,

મારાથી રીસાયેલી મારી જિંદગી આજે પાછી મળી ગઈ.


Rate this content
Log in