STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

3  

Sweta Sardhara "shwetgzal"

Romance

બેનામ સંબંધ

બેનામ સંબંધ

1 min
122

મારા દામનને હું સાફ રાખવા માંગુ છું,

તમને હૃદયમાં જરા ખાસ રાખવા માંગુ છું,


દરેક સંબંધના કોઈ ને કોઈ નામ હોય છે

આપણાં સંબંધને બેનામ રાખવા માંગુ છું, 


આપણી મુલાકાતને ના લાગે કોઈની નજર

લાગણીની તિજોરીમાં બંધ રાખવા માંગુ છું,


નજરની પવિત્રતાને તમારી નજરથી જુઓ

દાગ ના લગાવો હું બેદાગ રાખવા માંગુ છું,


મને સ્વાર્થની દુનિયાદારી ના શીખવો દોસ્ત

હું તમને બસ મારામાં માસૂમ રાખવા માંગુ છું,


મારી કલમમાં શુદ્ધ સજાવ્યા છે હંમેશ તમને

મારી ગઝલમાં તમને "શ્વેત" રાખવા માંગુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance