યાદ આવ્યાં
યાદ આવ્યાં
આંખો ભીંજવી જતાં તમે,
જોતાં જ રહી ગયાં અમે,
જોશે વળતાં પાછું એ મને,
તેવા આભાસ મહી, તમે યાદ આવ્યાં.
વન કેરી વનરાઈ આજ સુની,
ટહુકતાં ટહુકા ના મોર ઉડ્યાં,
વગડાં થયાં સુમસામ વાલમીયાં,
આવશો રટણ કાજ,તમે યાદ આવ્યાં.
રાતલડી ઊંઘ નાં આવે મને,
કરવટ બદલું ઢોલીયાં મહી,
કાળો કેર મુજ માનસ પર તારો,
આવશે શમણાં મને ને તમે યાદ આવ્યાં.
મન મારે વૈરાગ તારો પંડમાં,
સોબત મને તો જોગીડા તારી,
ભવનાં ભવથાર તમને માન્યાં,
જુગનું બની ને આજ તમે યાદ આવ્યાં.

