પ્રેમની વસંત
પ્રેમની વસંત
પ્રેમની મધુર મોસમ આવી,
વસંત મહેક ફેલાવતી આવી,
પ્રિયતમા તારા મધુર મિલનની,
આજ મુજને અતિ યાદ આવી,
કોયલ આંબા ડાળ પર ટહૂકી,
પપીહાના પીયુ પોકારથી ચમકી,
પ્રિયતમા તારી વાટ હું જોવું છું,
તારા આગમનના અણસાર લાવી,
સરરર શીતળ પવન ફરકાવી,
વૃક્ષોના મીઠા હાસ્યને રેલાવી,
નાચંતા મયૂરના કેકારવ સાથે,
મનમાં ઉમંગનો થનગનાટ લાવી,
જલ્દી આવી જા પ્રિયતમા વ્હાલી,
પાનખર હવે દૂર કરી જા તું મારી,
ન તડપાવીશ તું મુજને "મુરલી",
વસંત માણીશું અતિ પ્રેમથી સજની.

