આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં
આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં
છેડો રસીલાં ગીત, સ્વપ્નો રે સવારનાં રે વાયરા વ્હાલે ઝૂમો, હૈયાં ગુલાલનાં આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં.
કંડારતી હૈયા લિપિ રે મોર મંજરી ઝૂમે રસે કલ્લોલથી લ્હાણી મનોહરી વિહંગ ગૂંથે ઘોંસલા પ્રેમે જ યૌવના આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં ઉમંગ ઓઢાડે ઉષા, ખીલે જ ચેતના વિહંગ વૃક્ષો વાલમ લાગે રસીકડાં નાચો કળાયેલ, દઉં ભાવે વધામણાં આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં.
પુષ્પી ઋતુનો ઠાકરો મ્હેંકે વિલાસમાં પાનેતરી કુંજો ઝબોળે રે પ્રભાવમાં સંદેશડાં તારાં ટહુકે રે કુસુમડાં આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં.
શૃંગાર સોહે ફૂલ દોલે રે કસુંબલાંરે હેમ કંદોરે ઝૂલો, પ્રીતે જ ફાગણાં આગોતરાં આમંત્રણો આવ્યાં વસંતનાં.

